ગુજરાતના એક સમુદ્ર શહેર અને સોરાષ્ટ્ના પાટનગર તરીકે રાજકોટ વિકાશના માર્ગે, અવિરત ગતિએ આગેકુશ કરી રહુયું છે. આજથી ત્રણ દાયકા પૂર્વ રાજકોટનો આજી વિસ્તાર નાના-મધ્યમ-વિશાળ ઉદ્યોગોથી આ વિસ્તાર ધમધમવા લાગ્યો. આ અૌધોગિક વસાહતની સગવડો સચવાય, વિવિધ ઉદ્યોગકારો અરસ-પરસ મળે, વૃત્તિ-પ્રવૃતિનો પરિચય થાય અને અેક સંઘભાવના કેળવાય જેથી સામૂહિક પ્રયત્નો દ્રારા નાની-મોટી સમસ્યાઅો નિવારી શકાય, નવી સગવડો ઉભી કરાય અને સ્થાપિત ઉદ્યોગો પ્રગતિ સાધી પ્રશંસનીય પરિણામ દ્રારા સમગ્ર રાષ્ટ્રને પ્રદાન કરી શકે તે માટે એક મંચ એક સંસ્થા સ્થાપવાનો વિશાર વહેતો થયો. આ સુવિચારને વાચા મળી અને ૧૯૮૩ માં આ સંસ્થાનો જન્મ થયો પા..પા.. પગલી ભરતી અા સંસ્થા નું તારીખ ૨૬-૪-૧૯૮૩ માં વિધીવત રજીસ્ટ્રેશન કરાવી, કારોબારી સમીતીની રચના સર્વ સ્થાપક-પ્રણેતાઓ અને સભ્યોના સહકારથી આ આજી જી.આઈ.ડી.સી ઈન્ડસ્ટ્રીઝ અસોસીઅેશન ને કાર્યરત કર્યુ. સમયના વહેણ સાથે સંસ્થા મંડળની પ્રવુતિઓ વિકાશતી રહી, કાર્યફ્લક વિસ્તરતું ગયું.
આ સંસ્થાના પ્રારંભથી અાજ પયઁત અનેક નામાકિત મહાનુભાવની સેવાનો અને અનુભવનો લાભ મળ્યો છે.ભૂતપુર્વ પ્રમુખશ્રી નારણભાઇ ગોલ ની સેવા - અારાધનાનો ઉલ્લેખ અહિં અનિવાર્ય બને છે. તેમના પ્રમુખપદ હેઠળ આ સંસ્થામાં અગત્યનાં કાર્યો થયા. સ્વ.શ્રી નારણભાઇ ગોલ ની દિર્ઘદર્ષ્ટિએ, અનુભવ અને તેમના માર્ગદર્શન થકી સંસ્થાનો વિકાસ કર્યો. તમામ સભ્યોનો સાથ સહકાર લય આ સંસ્થાની એક આગવી ઓળખ ઉભી કરી.
વર્ષ ૨૦૦૫ માં શ્રી નારણભાઇ ગોલ નું દુઃખદ નિધન થતા સંસ્થાએ એક લોખંડી, બળુકો સૂત્રધાર ગુમાવીયો. એમની ખોટ પૂરવી અસક્ય જણાતી હતી. અસોસીઅેશન ના પ્રમુખપદ માટે કારોબારીના સર્વે સભ્યો એ ચચા- વિચારણા કરી નવા પ્રમુખ તરીકે શ્રી સિરીશભાઈ રાવણી ઉપર પસંદગીનો કળશ ઢાળ્યો અને સર્વાનુમતે શ્રી શિરીષભાઈ ને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા. શ્રી શિરીષભાઈ એ તનતોડ પરિશ્રમ.સંનિષ્ઠ પ્રયાસો દ્રારા સંસ્થા ની પ્રગતિ ને વેગ આપ્યો. દર અઠવાડીએ નિયત સમય ત્રણ - ચાર અનય સભ્યો વિચાર - વિમર્સ કરી સંસ્થા ની આગામી યોજનાઓ ને સફળ પૂર્વક પાર પાડવાનું આયોજન કરતા.
આજે આજી.જી.આઈ.ડી.સી.ઇ એ વટવૃક્ષ નું રૂપ ધારણ કયું છે .આજી અૌધોગિક વસાહતની પ્રતિભાની નોંધ રાષ્ટ્રિય સ્તરે અંકીત થઈ છે . ઉદ્યોગ ઉત્પાદન દ્રારા જ સમગ્ર રાષ્ટ્ર વિકાસ પામે છે . અર્થાત ઉદ્યોગ એ રાષ્ટ્ર વિકાસ યાત્રાનું પ્રથમ પગથયુ છે. જે આજે ઉદ્યોગ વાસહતે સિદ્ધિ કરી બતાવ્વુ છે . ઉત્તરોત્તર આ સંસ્થા સોળે કળાએ વિકસે- વિસ્તરે તેવી અભ્યંર્થના.